Land Revenue & Irrigation Cess Grant

 

જમીન મહેસુલ બિનખેતીની ગ્રાંટઃ

આ યોજના સને ૨૦૦૦થી શરૂ કરવામાં આવેલ છે, અને આ યોજના નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એમ બન્નેને લાગું પડે છે. આ યોજના હેઠળ વિકાસના જુદા જુદા કામો માટે સ્થાનિક સંસ્થાઓને ગ્રાંટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ નગરપાલિકા/ મહાનગરપાલિકાઓએ વસુલાત કરેલ જમીન મહેસુલનો ભાગ નગરપાલિકા/ મહાનગરપાલિકાઓને અનુદાન તરીકે આપવામાં આવે છે. જેનો ઉપયોગ વિકાસના કામોની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. આ યોજનાની નાણાંકીય સહાય / ગ્રાંટની રકમ સ્થાનિક સંસ્થાઓની વસ્તી અને વિસ્તારના આધારે ફાળવણી કરવામાં આવે છે.

જમીન મહેસુલ બિનખેતી આકાર-ઇરીગેશન સેસ-લોકલ ફંડ સેસની ગ્રાંટ

          આ યોજના સને ૧૯૬૩ થી અમલમાં આવેલ છે. અને રાજયની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ બન્નેને લાગુ પડે છે. આ યોજના હેઠળ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને તેમના વિસ્તારમાંથી વસુલ કરવામાં આવેલ સિંચાઇ ઉપકર અને સ્થાનિક ભંડોળ ઉપકરમાથી ગ્રાંટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ આપેલ ગ્રાંટનો ઉપયોગ વિકાસના કામો માટે કરવામાં આવે છે. આ યોજનાની ગ્રાંટ સ્થાનિક સંસ્થાઓની વસ્તી અને વિસ્તારના આધારે ફાળવવામાં આવે છે.

ક્રમ

તારીખ

વિષય

૧૧-૧૨-૨૦૦૯

રાજ્યની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓને ચુકવવામાં આવતા અનુદાના ધોરણો નક્કી કરવા અંગે

 વર્ષ ૨૦૧૮-૧૯ 

૨૮-૦૩-૨૦૧૯

નગરપાલિકા - દફતરી હુકમ

SSL Certificates